સેમસંગે 5G રિમોટ કન્ટ્રોલ્ડ કાર રજૂ કરી

Date:2019-07-10 15:04:39

Published By:Jay

અત્યાર સુધી ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટેડ એસયુવી જ લોન્ચ થઈ છે. એસયુવી સેગમેન્ટમાં MG હેક્ટર અને સબ-4 મીટર એસયુવી સેગમેન્ટમાં હ્યુન્ડાઈ વેન્યૂ આ બંને કનેક્ટેડ કાર્સ છે અને તેમાં 5G ઈ-સિમ આધારિત ટેક્નોલોજી આપવામાં આવી છે. પરંતુ એ સમય દૂર નથી જ્યારે 5G ટેક્નોલોજીવાળી કાર આ કાર્સની જગ્યા લેશે અને તેને રિમોટ કન્ટ્રોલથી ચલાવામાં આવશે.

સેમસંગે ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડમાં દુનિયાની પહેલી રિમોટ કન્ટ્રોલ 5G કાર રજૂ કરી, જેને વોડાફોન અને ડિજિનેટેડ ડ્રાઇવરની મદદથી તૈયાર કરવામાં આવી છે. આ કાર દ્વારા કંપનીએ એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે આવનારી 5G ટેક્નોલોજી કેટલી પાવરફુલ છે.

ડ્રિફ્ટ ચેમ્પિયન વોન ગિટિન જુનિયરે 5G ટેક્નોલોજીમાં ઈતિહાસ બનાવતાં દુનિયાની પ્રથમ વર્ચ્યુઅલ રિયાલિટીવાળી કાર ચલાવી. આ કારનું નામ Lincoln MKZ છે, જેને બીજી કોઈ જગ્યાથી રિમોટ કન્ટ્રોલ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવી. આ કાર ચલાવામાં ડિજિનેટેડ ડ્રાઇવર ટેલી ઓપરેશન સિસ્ટમ, નવો સેમસંગ ગેલેક્સી S10 5G અને સેમસંગ VR હેન્ડસેટ સિવાય વોડાફોન 5G નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો.

ડેજિનેટેડ ડ્રાઇવર પાસે ફ્રંટમાં 6 સ્ક્રીન લાગી હતી અને સાથે કાર કન્ટ્રોલ કરવા માટે સ્ટિયરિંગ વ્હીલ અને પેડલ સિસ્ટમ હતી. આ પોતાનામાં પહેલો એવો અનુભવ હતો, જે ટ્રાન્સએટલાન્ટિક હતો. આ કાર ગુડવુડ ફેસ્ટિવલથી 8,046 કિમી દૂર હતી. આ સાથે જ આટલી દૂરથી કારને કન્ટ્રોલ કરવાનો લિટેન્સી રેજ 100 મિલી સેકન્ડ હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close