આઈબીએમની 108 વર્ષમાં સૌથી મોટી ડીલ

Date:2019-07-10 15:30:08

Published By:Jay

વોશિંગ્ટન: આઈટી કંપની આઈબીએમ 34 અબજ ડોલર (2.34 લાખ ડોલર રૂપિયા)માં સોફ્ટવેર કંપની રેડ હેટ ખરીદશે. બંને કંપનીઓ અમેરિકાની જ છે. IBMએ મંગળવારે જણાવ્યું કે, આ રીતે ક્લાઉડ કોમ્પ્યૂટિંગ બિઝનેસ વધારી શકાશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે આઈબીએમના 108 વર્ષના ઈતિહાસમાં આ તેમની સૌથી મોટી ડીલ છે.

રેડ હેટની ડીલ માટે આઈબીએમને મે મહિનામાં અમેરિકન રેગ્યુલેટર્સ અને જૂનમાં યૂરોપિયન યૂનિયન રેગ્યુલેટર્સ પાસેથી મંજૂરી મળી ગઈ છે. 1993માં સ્થાપિત રેડ હેટ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની નિષ્ણાત કંપની છે. આ સૌથી વધારે પ્રચલિત ઓપન-સોર્સ સોફ્ટવેર છે અને માઈક્રોસોફ્ટના સોફ્ટવેરનો વિકલ્પ છે.

આઈબીએમના સીઈઓ ગિન્ની રોમેટીએ કંપનીને ટ્રેડિશન હાર્ડવેર પ્રોડક્ટની જગ્યાએ ઝડપથી વધતા ક્લાઉડ સોફ્ટવેર અને સર્વિસ સેગમેન્ટમાં આગળ લઈ જવા પર ફોકસ કર્યું છે. તેઓ 2012માં સીઈઓ બન્યા હતા. જોકે આઈબીએમનું નવા વિસ્તારોમાં ફોકસ કરવું દર વખતે નવા રોકાણકારોને આકર્ષિત કરી શક્યા નથી. કોમ્પ્યૂટર હાર્ડવેર બિઝનેસથી ટ્રાન્ઝિક્શન દરમિયાન ઘણાં સમય સુધી કંપનીના રેવન્યુમાં ઘટાડો થયો હતો.

જોકે 2013ની સરખામણીએ આઈબીએમની કુલ રેવન્યુમાં ક્લાઉડ રેવન્યુની ભાગીદારી અત્યારે 25 ગણી વધી છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસીક ગાળાના અંત સુધીમાં ક્લાઉડની રેવન્યુ 19 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઈ છે.

આઈબીએમની ડીલ પૂરી થયા પછી રેડ હેટના સીઈઓ જિમ વાઈટહર્સ્ટ અને તેમની ટીમ કંપનીમાં યથાવત રહેશે. જિમ આઈબીએમના સીનિયર મેનેજમેન્ટમાં સામેલ થષે અને ગિન્ની રોમેટીને રિપોર્ટ કરશે. આઈબીએમ રેડ હેટનું મુખ્યાલય નોર્થ કૈરોલિનામાં જ રાખવામાં આવશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close