ઇન્ડિગો કરતાં પાનની દુકાન સારી- પ્રમોટર

Date:2019-07-11 10:51:39

Published By:Jay

મુંબઈ: દેશની સૌથી સફળ અને નફાકારક એર લાઈન્સ ઇન્ડિગોના બે પ્રમોટરો રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયા વચ્ચેનો મતભેદ જાહેરમાં આવી ગયા છે. પ્રમોટર રાકેશ ગંગવાલે સહ પ્રમોટર રાહુલ ભાટિયા પર ગંભીર ગરબડના આક્ષેપ કર્યા છે. મંગળવારે તો તેમણે એવું કહ્યું હતું કે આના કરતા તો પાનની દુકાન સારી, જ્યાં સારી રીતે સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. બુધવારે આ વિવાદની અસર કંપનીના શેર પર પણ જોવા મળી હતી. ઇન્ટર ગ્લોબનો શેર 10 ટકાના ઘટાડા સાથે 1409 પર ખૂલ્યો હતો અને થોડી જ વારમાં 17.55 ટકા સુધી ઘટીને 1291 પર આવી ગયો હતો. રાકેશ ગંગવાલે સેબીને ફરિયાદ કરી ભાટિયા અને તેમની કંપની પર શંકાસ્પદ આપલે થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

ઇન્ડિગો દેશની જ નહીં વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી એર લાઈન્સ છે. તેની પાછળનો મુખ્ય ફોર્સ અમેરિકી એવિયેશન ઇન્ડસ્ટ્ર્ીમાં કામ કરી ચૂકેલા રાકેશ ગંગવાલ મનાય છે. ગંગવાલને કારણે જ ઇન્ડિગોએ વિક્રમી સંખ્યામાં વિમાનનો ઓર્ડર આપ્યો છે અને ભારતમાં આક્રમતાથી કામ વધારી રહી છે. ગંગવાલ અમેરિકી નાગરિક છે અને પડદાની પાછળ રહી કામ કરે છે. જ્યારે રાહુલ ભાટિયા ભારતમાં એરલાઈન્સના ગ્રોથ અને રૂટિન કામ જુએ છે. મતભેદ છતાં છેલ્લા બે વર્ષ દરમિયાન જોવા મળ્યું. તેનું મુખ્ય કારણ ગંગવાલ ઝડપથી એરલાઈન્સને આગળ વધારવા માંગે છે. જ્યારે ભાટિયા થોભો અને રાહ જુઓમાં માને છે. ઇન્ડિગોની કંપની ઇન્ટરગ્લોબ એવિયેશનમાં રાહુલ ભાટિયાનો 38% હિસ્સો છે જ્યારે રાકેશ ગંગવાલ 37% હિસ્સો ધરાવે છે. આ બંને 2006માં આ કંપની સ્થાપી હતી અને 2013માં તેનો આઈપીઓ આવ્યો હતો.

એર ઇન્ડિયા પર સરેરાશ 58000 કરોડ રૂપિયાનું દેવું છે. ઓક્ટોબર માસથી કર્મચારીઓના પગાર ચૂકવવાના પૂરતા પૈસા નથી. અત્યારે 2500 કરોડનું ફંડ છે જે ઓઇલ કંપનીઓ તેમજ એરપોર્ટ ઓપરેટર્સના પગાર ચૂકવવા ઉપયોગમાં લેશે. એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ દ્વારા 7000 કરોડના બોન્ડ ઇશ્યુ કરી દેવાની ચૂકવણી કરવાની યોજના ધરાવે છે.

નાણાંકીય કટોકટીના કારણે જેટ એરવેઝનું અસ્તિત્વ પડી ભાંગ્યું છે. કંપનીઓને વિમાનો લીઝ પર આપનાર કંપનીઓ (લેણદારો)ને પૈસા ચૂકવ્યા નથી એને કારણે કંપનીને ઉડાન બંધ કરવી પડી છે. એટલું જ નહિં જેટ એરવેઝના પ્રમોટર્સ નરેશ ગોયલને 18000 કરોડની બેન્ક ગેરંટી જમા કર્યા વિના વિદેશ મુસાફરી પણ ન કરવા નિર્દેશ કરાયો છે. માર્ચ 2004 થી આ સેવાએ ચેન્નઈથી કોલમ્બો સુધીની સેવાની શરૂઆત કરી અંતરરાષ્ટ્રીય વિમાન સેવા ક્ષેત્રે ઝંપલાવ્યું. જ્યારે કંપનીએ 17 એપ્રિલ 2019ના રોજ અંતિમ ઉડાન ભરી હતી. એરલાઈન પર 8,000 કરોડ રૂપિયાથી વધુ દેવું છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close