રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, ગોળી માર્યાની શંકા

Date:2019-07-11 11:51:28

Published By:Jay

રાજકોટ: શહેરના નવા 150 ફૂટ રોડ પર આવેલા મારૂતિ શો રૂમ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. કોન્સ્ટેબલના મૃતદેહ પાસેથી બંદુક મળી આવી છે. આથી ગોળી માર્યાની શંકા વ્યક્ત કરાઇ છે.

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આવાસ યોજનાના ક્વાર્ટરમાં કોઇ કારણોસર આપઘાત કરી લીધો છે. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા. આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close