તેલંગાણામાં મામલતદારના ઘરેથી 93 લાખ કેશ અને જ્વેલરી મળી આવી

Date:2019-07-11 13:48:21

Published By:Jay

હૈદરાબાદઃ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક મામલતદારના ઠેકાણાઓ પર દરોડા દરમિયાન 93 લાખ કેશ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)એ આ કાર્યવાહી ચાર લાખ રૂપિયા લાંચ લેવાના કેસમાં કરી છે. એસીબીએ બુધવારે રાતે કેશમપેટ મંડળના મામલતદાર વી લાવણ્યાના ઘરે અને ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. નોટોની ગણતરી માટે મશીનોની મદદ લેવામાં આવી હતી.

ફરિયાદી મમીદિપલ્લી ભાસ્કરનો આરોપ છે કે મામલતદારે છેલ્લા દિવસોમાં વિસ્તારમાં કોલ્ડ ડ્રિંક શોપ ખોલવાની મંજૂરી આપવા માટે તેમને 8 લાખ રૂપિયા માંગ્યા હતા. જેમાંથી 5 લાખ મામલતદાર અને 3 લાખ વિલેજ રેવન્યૂ અધિકારીઓને મળ્યા હતા. ત્યારબાદ ફરિયાદીઓએ ACBની મદદ લઈને આ ગોટાળાનો પર્દાફાશ કર્યો હતો. ACBએ લાંચ માટે આપેલા 4 લાખ રૂપિયા પણ મામલતદારના આવાસ પરથી જપ્ત કર્યા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close