રાજ્ય સરકારની વિધાનસભામાં કબૂલાત, ગુજરાતમાં દરરોજ 55 લોકોની આત્મહત્યા

Date:2019-07-11 14:41:11

Published By:Jay

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 40,008 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે. જેમાંથી 33,324 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે 7082 કેસની તપાસ ચાલી રહી છે. બે વર્ષના આંકડા જોતા રાજ્યમાં રોજના 55 લોકો અપમૃત્યુ અથવા આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવે છે. આ ચોંકાવનારી માહિતી આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહમંત્રીએ આપી હતી.

સૌથી વધુ આત્મહત્યા અને અપમૃત્યુના કેસ રાજકોટમાં 5140 નોંધાયા છે. જ્યારે બીજા નંબરે રહેલા અમદાવાદમાં 4,332, ત્રીજા નંબર પર રહેલા વલસાડમાં 4,226, ચોથા નંબર પર રહેલા સુરતમાં 4,047 અને પાંચમાં નંબરે રહેલા જામનગરમાં 1763 અપમૃત્યુ અથવા આત્મહત્યાના કેસ નોંધાયા છે.

તો બીજી તરફ સૌથી ઓછા અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ પાટણમાં 222 નોંધાયા છે. જ્યારે તેના પછી બીજાક્રમે ડાંગ(264), ત્રીજા ક્રમે મહિસાગર(270), ચોથા ક્રમે તાપી(286) અને પાંચમાં નબરે છોટાઉદેપુર(291) છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close