પાકિસ્તાની ક્રિકેટર હસન અલીના લગ્ન શામિયા આરઝૂ સાથે 20 ઓગસ્ટે

Date:2019-07-30 12:46:15

Published By:Jay

ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા બાદ હવે દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટરની દુલ્હન બનવા જઈ રહી છે. નિકાહ આવતા મહિને એટલે કે 20 ઓગસ્ટે થશે. હરિયાણાની નૂંહની રહેવાસી શામિયા આરઝૂ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની સાથે વિવાહ કરનારી છે, જેની તૈયારીઓ ચાલી રહી છે. શામિયા એર અમીરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે.


પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા હસન અલી અને નૂંહના ચંદેની નિવાસી શામિયાના નિકાહ દુબઈની એટલાન્ટિસ પાસ જુબેરા પાર્કમાં થશે.
અમર ઉજાલાના અહેવાલ મુજબ, શામિયાનો પરિવારના લગભગ દસ સભ્ય 17 ઓગસ્ટે દુબઈ જઈ રહ્યા છે અને તેમના પિતા પૂર્વ બીડીપીઓ લિયાકત અલીએ કહ્યું કે દીકરીના લગ્ન કરવાના છે, તે ભારત હોય કે પાકિસ્તાન, તેનાથી ફરક નથી પડતો. તેઓએ કહ્યું કે ભાગલાના સમયે તેમના ઘણા સગા-વહાલાં પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, જેમની સાથે આજે પણ સંપર્કમાં છીએ.

શામિયાનો સંબંધ તેના પરદાદાના પરિવાર દ્વારા થયો. લિયાકત અલીએ જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ અને તેમના દાદા સગા ભાઈ હતા. ભાગલા બાદ તેમના દાદા અહીં ભારતમાં રહી ગયા અને તેમના ભાઈ પાકિસ્તાન ચાલ્યા ગયા. તેમનો પરિવાર આજે પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઇયાકીમાં રહે છે અને તેમના દ્વારા જ સંબંધ નક્કી થયો. શામિયાએ માનવ રચના યુનિવર્સિટીથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યુ છે. પહેલા તે જેટ એરવઝમાં હતી. હાલ ત્રણ વર્ષથી તેઓ એર અમીરાતમાં કામ કરી રહી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close