કોચની પસંદગી કરતા પહેલા જ વિવાદમાં ફસાઈ કપિલ દેવની અધ્યક્ષતાવાળી કમિટી

Date:2019-07-31 16:22:59

Published By:Jay

ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદગી માટે અરજી કરવાની અંતિમ તારીખ ખતમ થઈ ગઈ છે. હવે કપિલ દેવની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની કમિટી શોર્ટ લિસ્ટ કરેલા કરેલા લોકોના ઇન્ટરવ્યૂ કરશે. ક્રિકેટ એડવાઇઝર કમિટી (CAC)માં કપિલ દેવ સિવાય પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડ અને પૂર્વ મહિલા ખેલાડી શાંતા રંગાસ્વામી સામેલ છે.

ટીમનો કોચ પસંદ કરવાની આગળની પ્રક્રિયા હવે શરુ થશે પણ આ પહેલા કમિટી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે બીસીસીઆઈના નવા સંવિધાન પ્રમાણે શું સમિતિ કોચની પસંદગી કરી શકે છે. ચર્ચા થઈ રહી છે કે આ કમિટીના સભ્યો પર હિતોના ટકરાવનો મામલો તો બનતો નથી ને.

શોર્ટ લિસ્ટ કરેલા લોકોના ઇન્ટરવ્યૂ લેતા પહેલા બીસીસીઆઈમાં નિયુક્ત લોકપાલ અને એથિક્સ ઓફિસર જસ્ટિસ ડીકે જૈન આ મામલે અંતિમ નિર્ણય કરશે.ક્રિકઇન્ફોના મતે હિતોના ટકરાવના મામલે સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસનિક સમિતિની સભ્ય ડાયના ઇડુલ્જીએ દિલ્હીમાં યોજાયેલી સીએસી બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ પણ સીઓએને પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.

કપિલ દેવ ભારતીય ક્રિકેટ એસોસિયેશનની સ્ટીયરિંગ કમિટીના પણ સભ્ય છે. જ્યારે કપિલ દેવ અને અશંમાન ગાયકવાડ ટીવી ઉપર વિશેષજ્ઞની ભૂમિકા પણ ભજવે છે. ગાયકવાડ બીસીસીઆઈની મેમ્બર સંબંધિત કમિટીના સભ્ય છે. જ્યારે રંગાસ્વામી પણ આઈસીએના નિર્દેશક છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close