હું માત્ર ટીમ માટે નહીં દેશ માટે રમુ છું- રોહિત

Date:2019-08-01 15:55:21

Published By:Jay

ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ટી-20 રમવા માટે યુએસ જવા રવાના થાય તે પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથેના મતભેદની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા કોહલીએ કહ્યું હતું કે, “જો હું કોઈ વ્યક્તિ વિશે અસુરક્ષિત છું, તો તમે તેને મારા ચહેરા પર જોશો. મેં હંમેશાં રોહિતની પ્રશંસા કરી છે, કારણ કે તે સારો છે. અમારી વચ્ચે કોઈ ઇશ્યૂ નથી. રસપ્રદ રીતે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું માત્ર મારી ટીમ માટે બહાર નથી આવતો પરંતુ મારા દેશ માટે આવું છું.

તે પ્રેસ કોન્ફ્રન્સમાં કોહલી સાથે હાજર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ''અમે જે રીતે રમીએ છીએ, કોઇ પણ વ્યક્તિ રમતથી મોટો નથી. ના હું, ના વિરાટ કે ટીમનો અન્ય કોઇ ખેલાડી. જો કોઇની વચ્ચે મતભેદ હોત તો જે નિરંતરતાથી અમે રમ્યા છીએ તે સંભવ ન હોત. હું થોડા સમયથી ડ્રેસીંગ રૂમનો ભાગ છું, અને આ પ્રકારનું નોનસેન્સ ક્યારેય નથી થયું. ''

 

Cricket Score

WhatsApp Registraltion

Close