કિઆ સેલ્ટોસને 20 દિવસમાં 23 હજારથી વધુ બુકિંગ મળ્યું

Date:2019-08-09 14:32:14

Published By:Jay

સાઉથ કોરિયન કાર કંપની કિઆ મોટર્સની સેલ્ટોસ એસયુવીને 23 હજારથી વધુનું બુકિંગ મળ્યું છે. કંપનીએ આ કારનું બુકિંગ 16 જુલાઈથી શરૂ કર્યું હતું. એટલે કે, તેને ફક્ત 20 દિવસમાં આટલાં બુકિંગ મળ્યાં છે. આ કાર ભારતમાં 22 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. તેમજ આ કાર ભારતીય બજારમાં મળનારી કંપનીની પહેલી કાર પણ હશે.

જ્યારે કંપનીએ સેલ્ટોસનું બુકિંગ શરૂ કર્યું હતું ત્યારે તેને પ્રથમ દિવસે જ એટલે કે 16 જુલાઈએ રેકોર્ડ બ્રેક 6000 બુકિંગ મળ્યાં હતાં. હવે તેનાં લોન્ચિંગમાં 14 દિવસ બાકી છે. કંપનીને આશા છે કે તેઓ 35 હજાર સુધીનું બુકિંગ મેળવી શકશે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને આ એસયુવી બુક કરાવી શકે છે. આ માટે 25 હજાર રૂપિયાની ટોકન રકમ આપવાની રહેશે.

આ એસયુવીમાં BS-6 માન્ય પેટ્રોલ અને ડીઝલ એન્જિન મળશે. પેટ્રોલ વેરિઅન્ટમાં 1.4-લિટર ટર્બોચાર્જ્ડ અને 1.5-લિટર નેચરલી એસ્પેરેટેડ એન્જિન મળશે. ડીઝલ વેરિઅન્ટમાં 1.5-લિટર એન્જિન મળશે. પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિનને ઓટોમેટિક, ડીઝલ એન્જિનમાં 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક અને ટર્બો પેટ્રોલ એન્જિનમાં 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ મેળવશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close