ICC દ્વારા 10 ટકા બજેટ કાપની ધમકી મળતા BCCI લો ફર્મ પાસેથી કાયદાકીય સલાહ લેશે

Date:2019-08-09 14:36:29

Published By:Jay

નવી દિલ્હી : આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે ટેક્સ છૂટ અંગે ફરી વિવાદ થયો છે. 2016માં ભારતમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપના આયોજન દરમિયાન રાજ્ય સરકારો તરફથી ટેક્સમાં છૂટ ના મળતા આઈસીસીએ 150 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડ્યો હતો. આઈસીસીએ આ ચૂકવણી બીસીસીઆઈને કરવા કહ્યું હતું, આઈસીસીએ ધમકી આપી છે કે જો બીસીસીઆઈ આ રકમ નહીં ભરે તો તે વાર્ષિક બજેટમાંથી 10 ટકા રકમ કાપી લેશે. બોર્ડ હવે આ સંપૂર્ણ મુદ્દે એક બ્રિટિલ લૉ ફર્મ પાસેથી કાયદાકીય સલાહ લઈ રહ્યું છે.

શશાંક મનોહરના નેતૃત્વવાળી આઈસીસી ભારતમાં યોજાનારી તમામ ટૂર્નામેન્ટમાં ટેક્સ છૂટ ઈચ્છે છે. બીસીસીઆઈની લીગલ ટીમે સીઓએને જણાવ્યું કે, બોર્ડે આઈસીસીને ટેક્સમાં છૂટ અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. બેઠકે અંગે બીસીસીઆઈની વેબસાઈટ અનુસાર, 'ટેક્સ અધિકારીઓ દ્વારા 2016 વર્લ્ડ કપના મીડિયા રાઈટ્સ કરાર હેઠળ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આઈસીસીને આપવાની 10 ટકા રકમને અટકાવી દીધી છે.

આઈસીસી તે રકમ બજેટમાં કાપ મૂકીને મેળવવા માગે છે.' બોર્ડના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, વાર્ષિક બજેટના 10 ટકા કાપવામાં આવશે તો બીસીસીઆઈને 280 કરોડ રૂપિયાનું નુકસાન થશે. બીસીસીઆઈને દરવર્ષે 2800 કરોડ રૂપિયા મળે છે. અધિકારીએ કહ્યું કે, અમે સરકારના ટેક્સ નિયમો ના બદલી શકીએ. આ અંગે અમે આઈસીસીને જાણ કરી હતી. 2021માં યોજાનાર વર્લ્ડ ટી-20 અને 2023નના વન-ડે વર્લ્ડ કપમાં પણ આ પ્રકારની સમસ્યા આવી શકે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close