34 કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન અને વિશ્વની બીજા નંબરની ટેલિકોમ કંપની બની : મુકેશ અંબાણી

Date:2019-08-12 12:35:13

Published By:Jay

મુંબઈઃ મુકેશ અંબાણીએ 42મી એન્યુલ મિટિંગના સંબધોનમાં સંસ્કૃતના ‘તમસો મા જયોર્તિગમયના શ્લોકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા દેશમાં ડિજિટલ ક્ષેત્રમાં અંધારું હતું. પરંતુ હવે જયારે આ 5 સપ્ટેમ્બરે જિયોને ત્રણ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે દેશમાં ડિજિટેલ ક્ષેત્રમાં પ્રકાશ પથરાયો છે. તેમણે 34 કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન અને દેશની બીજા નંબરની ટેલિકોમ કંપની બની હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સિવાય કંપનીએ દેશમાં સૌથી વધુ જીએસટી અને ટેક્સ ભર્યો હોવાની વાત પણ જણાવી હતી.

5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ

મુકેશે કહ્યું કે વડાપ્રધાને 2024 સુધી 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમિનું લક્ષ્ય રાખ્યું છે, જે પ્રાપ્ત કરી શકાશે. કેટલાક સેકટરમાં સ્લોડાઉન અસ્થાયી છે.

ઓઈલ અને કેમિકલ બિઝનેસ દ્વારા જીવન સ્તરમાં સુધારાની આશા.

પેટ્રોલિયમ રિટેલિંગ બિઝનેસમાં બીપીની સાથે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે.

રિલાયન્સમાં સાઉદી અરામકો 75 અબજ ડોલરનું રોકાણ કરશે.

તે રિલાયન્સના ઈતિહાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ હોવાની સાથે દેશમાં પણ સૌથી મોટું વિદેશી રોકાણ હશે.

Cricket Score

WhatsApp Registraltion

Close