મારુતિ સુઝુકી XL6 કાર 6 કલર ઓપ્શનમાં આવશે

Date:2019-08-12 13:58:54

Published By:Jay

 ઓટોમોબાઈલ નિર્માતા કંપની મારુતિ સુઝુકીની કાર મારુતિ સુઝુકી XL6 કાર બે વેરિઅન્ટ અને 6 કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર જીટા મેન્યુઅલ/ઓટોમેટિક અને આલ્ફા મેન્યુઅલ/આલ્ફા ઓટોમેટિક વેરિઅન્ટમાં આવશે. આ સિવાય ખરીદદારોને મેટાલિક પ્લેટિનમ સિલ્વર, મેટાલિક મેગ્મા ગ્રે, પ્રાઇમ અર્બન રેડ, પર્લ બ્રેવ ખાકી, પર્લ આર્ટિક વ્હાઇટ અને નેક્સા બ્લુ કલર વિકલ્પો મળશે. આ કાર 21 ઓગસ્ટે લોન્ચ થશે.

મારુતિ XL6 કંપનીની 7 સીટર MPV અર્ટિગા પર આધારિત છે. પરંતુ તેનો લુક અર્ટિગાથી તદ્દન અલગ છે. અર્ટિગાની તુલનામાં XL6માં નવી એલઇડી હેડલાઇટ્સ, નવા આકારનું બોનેટ અને નવી ડિઝાઇનમાં અર્ટિગા કરતાં મોટી ગ્રિલ આપવામાં આવી છે. ગ્રિલની વચ્ચે લાંબી ક્રોમ પટ્ટી છે, જે હેડલાઇટ યૂનિટમાં આપવામાં આવેલા LED DRL (ડેટાઇમ રનિંગ લાઇટ્સ) માં જોવા મળે છે. મોટી ગ્રીલ અને પ્લાસ્ટિક ક્લેન્ડિંગ સાથે આપવામાં આવેલી નવી ડિઝાઇનનું બંપર કારનો આગળનો દેખાવ સરસ બનાવે છે. કારમાં સનરૂફ નહીં હોય. પરંતુ તેમાં રૂપ રેલ્સ આપવામાં આવ્યા છે.

મારુતિ XL6ની કેબિન સંપૂર્ણ રીતે બ્લેક કલરમાં છે. આ 6 સીટર કારની બીજી રોમાં આર્મરેસ્ટ સાથે બે અલગ-અલગ કેપ્ટન સીટ્સ મળશે. આ ઉપરાંત, આ પ્રીમિયમ કારમાં નવો સ્માર્ટ પ્લે સ્ટૂડિયો ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને રીઅર વોશર/વાઇપર જેવાં ફીચર્સ મળશે. ટોપ વેરિઅન્ટ આલ્ફામાં રિવર્સ કેમેરા, લેધર સીટ્સ અને ક્રુઝ કન્ટ્રોલની સુવિધા મળશે. કંપની આ કાર બ્લેક એલોય વ્હીલ્સ સાથે ડ્યુઅલ ટોન કલર સ્કીમમાં પણ રજૂ કરી શકે છે.

આ પ્રીમિયમ કારમાં મારુતિની સ્માર્ટ હાઇબ્રિડ સિસ્ટમ સાથે 1.5 લિટર પેટ્રોલનું એન્જિન હશે. આ સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે. આ 6 સીટર પ્રીમિયમ કારની કિંમત અર્ટિગાથી આશરે 50 હજાર રૂપિયા વધુ રહેવાની અપેક્ષા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close