RIL ઓઇલ એન્ડ કેમિકલ બિઝનેસનો 20% હિસ્સો ARAMCO ખરીદશે

Date:2019-08-12 15:55:17

Published By:Jay

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 42મી વાર્ષિક સામાન્ય મીટિંગ (AGM)માં ચેરમેન મુકેશ અંબાણીએ રોકાણકારોને જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019માં કંપનીએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કર્યુ છે. ગયા વર્ષે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ કમાણી કરનારી કંપની રહી છે. કન્ઝ્યૂમર વેપાર EBITDA 32 ટકા રહ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, Oil-to-Chem bizમાં Saudi Aramco પણ રોકાણ કરશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું એફડીઆઈ (વિદેશી રોકાણ) હશે. તેમાં Saudi Aramcoની 20 ટકા ભાગીદારી હશે.

આપને જણાવી દઈએ કે સઉદી અરબની ઓઇલ કંપની સઉદી અરામકો (Saudi Aramco) દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની છે. હાલમાં જ કંપનીએ પહેલીવાર પોતાનો ફાઇનાન્સિયલ ડેટાનું બોન્ડ ઇન્વેસ્ટમેન્ટનો ખુલાસો કર્યો છે. અરામકોનો 2018નો નફો 111.1 અબજ ડોલર રહ્યો, જે આ પૃથ્વી પર કોઈ પણ પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલી કોઈ પણ અન્ય કંપનીનો નથી.

Cricket Score

WhatsApp Registraltion

Close