ગુજરાત ની કલરવ સંસ્થા એ કાશ્મીર માં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખોલવા માટે પ્રધાનમંત્રી ને કરી અરજી

Date:2019-08-12 16:42:34

Published By:Jay

જમ્મુ કાશ્મીર માંથી 370 અને 35 A કલમ નાબૂદ થયા બાદ ભારતભરમાંથી ઘણા બધા ઉદ્યોગપતિઓ એ કાશ્મીર વિકાસ માટે મૂડી રોકાણ ની તૈયારી દર્શાવી છે. ત્યારે ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને  સામાજિક ક્ષેત્રે કાર્યરત કલરવ સંસ્થા એ એક નવું બીડું  ઝડપ્યું છે.

માત્ર રોજગાર લક્ષી વાતો કરવા કરતાં ત્યાંના યુવાનો સ્વનિર્ભર બને એ ઉદેશ્ય ને કેન્દ્ર માં રાખી ને કલરવ એન.જી.ઓ એ કાશ્મીર માં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ને પત્ર લખ્યો છે. વધુ માં આ પત્ર ની નકલ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય તેમજ ગુજરાત સરકાર ને પણ મોકલવામાં આવ્યો છે જેથી વધુ ઝડપથી કાર્યવાહી થઈ શકે. 

કલરવ સંસ્થાના સ્થાપક પ્રમુખ ઉત્તમ ત્રાસડીયાના જણાવ્યા અનુસાર જ્યાં સુધી દેશનું શિક્ષણ નોકરી લક્ષી હશે ત્યાં સુધી દેશમાં માલિક કક્ષાના યુવાનો ક્યારેય તૈયાર નહિ થઈ શકે. યુવાન ને નોકરિયાત બનવવા કરતા ઉદ્યોગ સાહસિક બનાવવામાં આવે તો જમ્મુ કાશ્મીર ના આર્થિક વિકાસ ને વધુ વેગ મળી શકે. સ્વનિર્ભર યુવાનો ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ કરવા ઇચ્છતા હોય તો તેમને કૌશલ્ય વિકાસ ની તાલીમ આપવી જોઈએ. કલરવ એન.જી.ઓ ગુજરાત માં કૌશલ્ય વિકાસ ની દિશામાં કાર્ય રત છે ત્યારે ભવિષ્ય માં જો પ્રધાનમંત્રીશ્રી દ્વારા આ વિષય ને કેન્દ્ર માં રાખી ને સુનિયોજિત આયોજન કરવામાં આવશે તો કલરવ સંસ્થા દ્વારા જમ્મુ કાશ્મીરમાં પણ કૌશલ્ય વિકાસ તાલીમ શરૂ કરાશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close