અંબાજી અને સોમનાથ મંદિરે સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ

Date:2019-08-13 10:37:55

Published By:Jay

અંબાજીઃ કાશ્મીરમાં 370 અને 35-A નાબૂદ કર્યા બાદ આતંકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સાથે આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વને લઇ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરી દેવાઇ છે.

આતંકી હુમલા જેવી ઘટના ન બને તે માટે અંબાજી મંદિરના તમામ પોઇન્ટ ઉપર સુરક્ષા કર્મીઓને એલર્ટ કરી આધુનિક હથિયારો સહિત સુરક્ષા કર્મીઓને ફરજ પ્રત્યે સતર્ક કરી દેવામાં આવ્યા છે. સાથે સુરક્ષા કર્મીઓની સલામતી માટે પણ મંદિર પરીસરમાં 5 નવા મોરચા બનાવવામાં આવ્યા છે. જ્યાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ક્વીક રિસ્પોન્સ ટીમો દ્વારા સઘન તપાસ કામગીરી કરાઇ રહી છે.

સોમનાથ મંદિર પર પણ આતંકી હુમલાની આઇબીની ચેતવણીને પગલે મંદિર પરિસરને હાઇએલર્ટ પર મૂકાયું છે. આગામી 15મી ઓગષ્ટ અને તહેવારોને લઈ સોમનાથ મંદિરે 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ, 102 પોલીસ જવાનો, 80 જીઆરડીના જવાનો સાથે એક કંપની એસઆરપીના જવાનો તૈનાત રહેશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close