આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર મલીહા લોધીનું અપમાન

Date:2019-08-13 13:40:40

Published By:Jay

ન્યૂયોર્ક: ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370 ખતમ કરવા વિશે પાકિસ્તાન સમગ્ર દુનિયાના લોકોને જોડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઘણી બધી વાર તેમને જ અપમાન સહન કરવું પડે છે. તાજેતરમાં જ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં એક કાર્યક્રમ થયો હતો. તેમાં એક વ્યક્તિએ યુએનમાં પાકિસ્તાનીન રાજદૂત મલીહા લોધીનું અપમાન કર્યું હતું. આ વ્યક્તિએ મલીહાને કહ્યું હતું કે, તમે ચોર છો. તમને પાકિસ્તાનના પ્રતિનિધિત્વનો કોઈ હક નથી.

મલીહા સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમમાં મીડિયાને સંબોધી રહ્યા હતા. અહીં એક વ્યક્તિએ મલીહાને કઈક પૂછ્યું. મલીહાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે વ્યક્તિએ રાહ જોયા વગર કહ્યું કે, તમે અહીં 15-20 વર્ષથી શું કહી રહ્યા છો? તમે અમારું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા.

ત્યારપછી મલીહાએ ફરી તે વ્યક્તિને રોકાવા કહ્યું. તે વ્યક્તિએ કહ્યું- હું કાયદા વિરુદ્ધ જઈને કામ નહીં કરું. હું પાકિસ્તાની છું. મલીહાએ વ્યક્તિના કોઈ પણ સવાલનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો. તે વ્યક્તિએ એવું પણ કહ્યું કે, તમે લોકોએ અમારા પૈસા ચોરાવ્યા છે. તમે લોકો ચોર છો.

મલીહા જ્યારે જવા લાગી ત્યારે તે વ્યક્તિ તેની પાછળ પાછળ આવ્યો. અમુક લોકોએ તેને ચૂપ રહેવા કહ્યું પરંતુ તે ન માન્યો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે મલીહા સીડી ચડતી હતી ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે, તમને શરમ આવવી જોઈએ. તમે આટલા વર્ષોથી પૈસા ખઈ રહ્યા છો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close