સિક્કિમમાં મોટી ઉથલપાથલ, એક ઝટકામાં શૂન્યમાંથી 10એ પહોંચ્યું ભાજપ

Date:2019-08-13 13:52:03

Published By:Jay

સિક્કિમની મુખ્ય પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના 10 ધારાસભ્યો મંગળવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા. પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ સહિત 4 અન્ય ધારાસભ્યોને બાદ કરતાં બાકીનાતામામ ધારાસભ્યોએ દિલ્હી આવીને ભાજપનું સભ્યપદ લીધું. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ રામ માધવે તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. સિક્કિમમાં ભાજપ હજુ સુધી પોતાનું ખાતું નહોતું ખોલાવી શક્યું, પરંતુ એસડીએફના 10 ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપની તાકાત વધી ગઈ છે.

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે સિક્કિમમાં 25 વર્ષ સુધી શાસન કર્યુ. સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2019માં પવન કુમાર ચામલિંગની પાર્ટી એસડીએફના 15 ધારાસભ્યો જીત્યા હતા. બીજી તરફ, ભાજપ એક સીટ પણ જીતી નહોતું શક્યું. પરંતુ એસડીએફના 15માંથી 10 ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપ એક જ ઝાટકે ઝીરોમાંથી 10 થઈ ગઈ છે.

પવન ચામલિંગે 1933માં એસડીએફની રચના કરી હતી. પાર્ટીએ ત્યારબાદથી 1994, 1999, 2004, 2009, 2014ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બુહમતથી સરકાર બનાવી. જોકે, 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એસડીએફને હારનો સામનો કરવો પડ્યો.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (એસકેએમ)ની સરકાર છે. પ્રેમ સિંહ તમાંગ મુખ્યમંત્રી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close