આતંકવાદીઓ કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ઘૂષણખોરી કરતા હતા : નીતિન પટેલ

Date:2019-08-13 16:10:45

Published By:Jay

અમદાવાદ : રાજ્યના નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂષણખોરી કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદના જોખમના કારણે આપણને તહેવારોમાં સમસ્યા સર્જાતી હોય છે. વિદેશમાં લોકો તહેવારોમાં મજા માણે છે જ્યારે આપણે તો રથયાત્રા કાઢવી હોય તો 25 હજાર પોલીસ જવાન જોઈએ. આતંકવાદીઓ કોંગ્રેસ સરકારના શાસનમાં કાશ્મીરમાંથી ઘૂષણખોરી કરતા હતા.

ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35-A રદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથે વેપારના સંબંધો તોડી નાખ્યા છે, જ્યારે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ પણ બંધ કરી છે. નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે પાકિસ્તાન વિશે પણ નિવેદન આપ્યું હતું તેમણે પાકિસ્તાન વિશે કહ્યું હતું કે હું પાકિસ્તાનને ઉંદર નહીં મચ્છર સમજું છું.

નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલ ગોલીયાણા બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં તેમણે વાસદ-બગોદરા 6 લેન રોડના નિર્માણના ખાતમહૂર્તની પણ માહિતી આપી હતી. નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે બોપલના ટાંકીના અકસ્માતની દુર્ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નગરપાલિકા, ગ્રામ પંચાયતની હદમાં આવતી ટાંકીઓ જો જર્જરિત હોય તો પાલિકાઓ સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય મેળવી તેને ઉતારી શકે છે. સરકાર પાલિકા અને પચંયાતનો ટાંકીઓના નિર્માણ માટે સહાય કરતી હોય છે.

Cricket Score

WhatsApp Registraltion

Close