ટીમ ઈન્ડિયાના કોચની આજે જાહેરાત થઈ શકે છે

Date:2019-08-16 10:22:45

Published By:Jay

કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે આજે (શુક્રવારે) 6 શોર્ટ લિસ્ટેડ ઉમદેવારોનું ઇન્ટરવ્યૂ લેશે. આ ઉમેદવારો માઈક હેસન, ટોમ મૂડી, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ અને રવિ શાસ્ત્રી છે.

થોડા સમય પહેલા એવા રિપોર્ટ્સ હતા કે 2 હજાર કરતા વધુ લોકોએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે અપ્લાઇ કર્યું હતું, પરંતુ તેમાં મોટા નામો બહુ ઓછા હતા. સપોર્ટ સ્ટાફ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ)ની પસંદગી મુખ્ય કોચ એમએસકે પ્રસાદ કરશે.

અત્યારે રવિ શાસ્ત્રી ભારતનો હેડ કોચ બનવા હોટ ફેવરિટ છે. તે અત્યારે ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ છે, આ ટુર પછી તેનો કરાર સમાપ્ત થાય છે. કેપ્ટન વિરાટ કોહલી તેને સપોર્ટ કરતો હોવાથી તે આ રેસમાં અન્ય ઉમેદવારો કરતા આગળ છે. ક્રિકેટ એડવાઈઝરીની કમિટી ઇન્ટરવ્યૂ લીધા પહેલા કોહલીના ઇનપુટ્સ લે તેવી શક્યતા ઉજળી છે. તેઓ સ્કાઇપે દ્વારા શાસ્ત્રીનું ઇન્ટરવ્યૂ લેશે.

અન્ય ઉમેદવારોમાં ટોમ મૂડી ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓલરાઉન્ડર છે. તે 6 વર્ષ માટે સનરાઇઝર્સ હૈદરાબાદનો કોચ રહી ચૂક્યો છે. તેના કોચિંગ હેઠળ હૈદરાબાદ 2016માં ચેમ્પિયન અને 2018માં રનરપ રહ્યું હતું.

રાજપૂત ભૂતકાળમાં ઇન્ડિયા, ઇન્ડિયા-A અને અફઘાનિસ્તાનનો કોચ રહી ચૂક્યો છે. તે અત્યારે ઝિમ્બાબ્વે ક્રિકેટ સાથે જોડાયેલો છે. સોમવારે તેના કોચિંગ હેઠળ ગ્લોબલ ટી-20 લીગમાં વિનિપેગ ફ્રેન્ચાઈઝ વિજેતા બની હતી. તેમજ તેના હેઠળ ભારત 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2008માં ઓસ્ટ્રેલિયામાં સીબી સિરીઝ જીત્યું હતું.

રોબિન સિંહ પાસે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના આસિસ્ટન્ટ કોચ તરીકે કામ કરવાનો અનુભવ છે. તે કેરેબિયન પ્રીમિયર લીગમાં બારબોડર્સ ટ્રાઇડેંટ્સનો કોચ રહી ચૂક્યો છે. 2007થી 2009 દરમિયાન તે ટીમ ઇન્ડિયાનો ફિલ્ડિંગ કોચ રહ્યો હતો.

માઈક હેસન 2012થી 2018 દરમિયાન ન્યૂઝીલેન્ડનો કોચ હતો. 2015માં કિવિઝ પહેલી વાર ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું. 2018માં તેને કિંગ્સ ઇલેવન પંજાબનો કોચ બનાવવામાં આવ્યો હતો, જોકે તેણે તાજેતરમાં તેમાંથી રાજીનામુ આપ્યું હતું.

વેસ્ટ ઇન્ડિઝનો પૂર્વ ઓપનર ફિલ સિમન્સ 2019ના વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનો કોચ હતો. અગાઉ તેના કોચિંગ હેઠળ વેસ્ટ ઇન્ડિઝ 2016માં ટી-20 ચેમ્પિયન બન્યું હતું. તે પણ કોચ બનવાની રેસમાં શામેલ છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન બધા નવા કોચની શોધમાં હોવાથી મૂડી અને હેસનનું નામ તમામ દેશોના કોચ બનવાની રેસમાં સૌથી આગળ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close