અર્જુન એવોર્ડ વિજેતા હરમીત સુરત પરત ફર્યા

Date:2019-08-30 12:21:42

Published By:Jay

સુરતઃ રાષ્ટ્રપતિ કોવિંદે ગુરૂવારે ખેલરત્ન અને અર્જુન એવોર્ડ એનાયત કર્યા હતા. સુરતના હરમીત દેસાઈને ટેબલ ટેનિસની રમત માટે રાષ્ટ્રપતિએ ટ્રોફી અને રૂ. 5 લાખનો પુરસ્કાર એનાયત કર્યો હતો. હરમીત આજે અર્જુન એવોર્ડ સમારોહમાં ભાગ લઈ દિલ્હીથી સુરત પરl ફર્યા હતા. સુરત એરપોર્ટ પર પરિવારજનોએ હરમીતનું સ્વાગત કર્યું હતું. રાજકીય પક્ષ સાથે જોડાયેલા એક પણ નેતા-આગેવાનની ગેરહાજરી જોવા મળી હતી.

હરમીતના પિતા રાજુલને પહેલેથી સ્પોર્ટ્સમાં રસ છે, એટલે હરમીત 6 વર્ષનો હતો ત્યારથી જ ટેબલ ટેનિસ રમવા માંડયો હતો. પછી તો દિવસો અને વર્ષો ટીટીને સમર્પિ‌ત કરી દીધાં હતાં. સુરતી હરમીતને ટેબલ ટેનિસ સિવાય મૂવીઝ જોવાનો, વાંચવાનો અને મ્યૂઝિક સાંભળવાનો ઘણો શોખ છે. સ્પોર્ટ્સમાં ટેબલ ટેનિસ ઉપરાંત ચેસ અને બેડમિન્ટન રમવું પણ તેને ખુબ ગમે છે. હરમીતે ટેબલ ટેનિસથી સાથે સાથે બી.કોમ અને એમ.બી.એ.(એચઆર)નો અભ્યાસ કર્યો છે.

હરમીતના પરિવારમાં માતા-પિતા, મોટા ભાઈ અને ભાભી છે. હરમીતના પિતા રાજૂલ દેસાઇ ગુજરાત લેવલે ટેબલ ટેનિસ રમી ચૂક્યા છે. માતાપિતા બન્ને સુરતમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલનું સંચાલન કરે છે. એ જ્યારે સ્કૂલેથી પાછા આવતા ત્યારે સાંજે હરમીત સાથે ટેબલ ટેનિસ રમતા હતા. હરમીતે 6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. બે-અઢી વર્ષમાં તો તેઓ સ્ટેટ અને પછી નેશનલ લેવલે રમવા લાગ્યા હતા. 14 વર્ષ સુધી તેમના પિતા તેમના કોચ હતા અને મોટાભાઈ પ્રેક્ટિસ પાર્ટનર તરીકે હરમીતને પ્રોત્સાહિત કરતાં રહ્યાં હતા.

હરમીતને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ સૌથી પહેલા 15 વર્ષની ઉંમરે સ્વીડન જવાની તક મળી બાદમાં ત્યાંથી અંતરરાષ્ટ્રીય તાલીમ મળવાની શરૂઆત થઈ. ખેલજગતમાં રફાલ નડાલ હરમીતનો આદર્શ છે. બોલિવૂડમાં શાહરૂખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદી તેમની મનપસંદ વ્યક્તિઓ છે.

હરમીતની જીદ હતી કે, ટેબલટેનિસમાં વિશ્વમાં નામના મેળવવી છે. હરમીતે એટલો સંઘર્ષ પણ કર્યો અને સફળતાને આંબી શક્યો છે.હરમીતે 8 વર્ષની ઉંમરે જ અંડર-10નું સ્ટેટ લેવલનું ટાઇટલ મેળવ્યું હતું. અત્યાર સુધીમાં 150થી વધુ મેડલ તેણે મેળવ્યા છે. હવે તો પરિવારજનોએ મેડલ ગણવાના પણ બંધ કરી દીધા છે. દરમિયાન કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ મેળવીને સુરત, ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું હતું.

Cricket Score

WhatsApp Registraltion

Close