Gems and Jewelleryની નિકાસ વધારવા સરકાર ઘડી રહી છે પ્લાન

Date:2019-09-07 16:32:11

Published By:Jay

નવી દિલ્હી: ઘટતી નિકાસ અને બેરોજગારીનાં વિકરાળ પ્રશ્નનો હલ લાવવા માટે હવે નિકાસ વધારવા પર સરકાર ભાર મૂકે તેવી શક્યતાઓ છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટને વધારવા માટે પોલિસ્ડ ડાયમંડ અને કલર્ડ જેમ્સ સ્ટોન પરની આયાત ડ્યૂટી ઘટાડવાની વિચારણા ચાલી રહી છે.

જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે મોંધા સ્ટોન આયાત કરવામાંથી છુટકારો મળવો શક્ય બનશે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડાયમંડ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવાની અને કલર્ડ જેમ્સ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવાની વિચારણા ચાલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમ્પોર્ટ ડ્યૂટી 2.5 ટકા વધારીને 7.5 ટકા કરવામાં આવી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ચાંદી અને પ્લેટિયનને પણ IGSTમાંથી મુક્તિ આપવાની વિચારણા ચાલી રહી છે.
આ ઉપરાંત, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના કન્સાઇન્ટમેન્ટને ક્લિયરન્સ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (Standard Operating rocedure) કરાય તેવી શક્યતા છે.

SEZમાંથી ફ્રી ટ્રેડ એરિયામાં સામાન લાવવા માટે ડ્યૂટીમાં 40 થી 50 ટકા રાહત આપવાની વિચારણા પણ ચાલે છે. આ સિવાય સ્પેશિયલ ઇકોનોકિમ ઝોન માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે.


સરકાર હાલ સ્ટીલ, ખેતી, નિકાસ પર ધ્યાન કેન્દ્રિત છે. એક્સ્પોર્ટમાં વધારો કરવા માટે એસ્પોર્ટ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ECGC)ના કવરેટને 60 ટકાથી વધારીને 80 થી 90 ટકા કરવામાં આવે તેવી શક્યતા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close