પાયલટ્સની હડતાળના કારણે બ્રિટિશ એરવેઝની 1500 ફ્લાઈટ રદ

Date:2019-09-09 12:16:17

Published By:Jay

લંડન: બ્રિટિશ એરવેઝના પાયલટોની હડતાળના કારણે 1500થી વધારે ફ્લાઈટ રદ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સોમવારે અને મંગળવારે વેતન વિવાદ વિશે પાયલટ્સ હડતાળ પર છે. એરલાઈન્સના 100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી હડતાળ માનવામાં આવે છે.

ધી ટેલિગ્રાફ ન્યૂઝ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ હડતાળના કારણે અંદાજે 2 લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે. આ હડતાળના કારણે અંદાજે 704 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનેસબર્ગની દરેક ઉડાન પ્રભાવિત થઈ છે. કંપનીએ યાત્રીઓને કહ્યું કે, જો તમારી ફ્લાઈટ રદ થઈ ગઈ હોય તો એરપોર્ટ પર ન જશો.

વેતન અને ભથ્થામાં ઘટાડાના વિવાદ પછી બ્રિટિશ એરલાઈન્સ પાયલટ એસોસિયેશન (બીએએલપીએ) દ્વારા 23 ઓગસ્ટે હડતાળની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, 9 અને 10 સપ્ટેમ્બર પાયલટ્સ હડતાળ પર રહેશે. બીએએલપીએએ એરલાઈન્સના વ્યવહારને બિનજવાબદાર ગણાવ્યું છે. જ્યારે રશિયાના વિદેશ મંત્રાલયે પણ હડતાળ અને ફ્લાઈટ રદ થયા પછી તેમના નાગરિકોને જાણ કરવામાં આવી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close