યુએસ ઓપન,રાફેલ નડાલ ચોથી વાર ચેમ્પિયન બન્યો

Date:2019-09-09 13:07:45

Published By:Jay

રાફેલ નડાલે લગભગ પાંચ કલાક સુધી ચાલેલી રોમાંચક યુ.એસ. ઓપનની ફાઇનલમાં રશિયાના દાનિલ મેદવેદેવને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી જીતીને 19મી વખત ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. બીજ ક્રમાંકિત નડાલ માટે આ મેચ સરળ રહી ન હતી. નડાલે શરૂઆતના બે સેટ જીત્યા પછી ત્રીજા અને ચોથામાં હારનો સામનો કરવો પડ્યો હતો અને મેદવેદેવે લય મેળવી લીધી હતી. તે 11949 પછી ફાઇનલમાં બે સેટ હારીને મેચ જીતનાર પ્રથમ ખેલાડી બની શક્યો ન હતો.

નડાલે ફ્રેન્ચ ઓપન 12 વાર, વિમ્બલ્ડન 2 વાર, ઓસ્ટ્રેલિયન ઓપન 1 વાર અને યુએસ ઓપન 4 વાર એમ કુલ 19 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. સૌથી વધુ 20 ગ્રાન્ડસ્લેમ જીતવાના રોજર ફેડરરના 20 ટાઇટલના રેકોર્ડથી તે માત્ર એક જીત દૂર છે.

કેનેડાની બિયાન્કા આંદ્રેસ્કૂ નવી યુએસ ઓપન ચેમ્પિયન બની ગઈ છે. તેણે ટેનિસની સૌથી મોટી ખેલાડી સેરેના વિલિયમ્સને તમામ સેટમાં હરાવી છે. આંદ્રેસ્કૂની આ પહેલી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી, જ્યારે સેરેના 33મી ફાઈનલ રમી રહી હતી. આંદ્રેસ્કૂ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનનારી કેનેડાની પહેલી ખેલાડી પણ બની ગઈ છે. તેણે 23 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેનાને 6-3, 7-5થી હરાવી છે. 19 વર્ષીય આંદ્રેસ્કૂએ 37 વર્ષીય સેરેનાને 1 કલાક, 40 મિનિટમાં હરાવી હતી. આંદ્રેસ્કૂએ પહેલીવાર યુએસ ઓપનના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી હતી. મુખ્ય ડ્રોમાં ડેબ્યૂ કર્યા પછી ઓપન એરા (1968 પછી)માં ચેમ્પિયન બનનારી પણ તે પહેલી ખેલાડી બની ગઈ છે. આ જીતથી આંદ્રેસ્કૂએ રૂ. 27.5 કરોડની પ્રાઈઝ મની જીતી હતી, જ્યારે સેરેનાને રૂ. 13.6 કરોડ મળ્યા હતા.

સેરેનાની સતત ચોથી મેજર ટુર્નામેન્ટમાં હાર થઈ છે. ગયા વર્ષે તે વિમ્બલડન અને યુએસ ઓપન ફાઈનલમાં પહોંચીને હારી ગઈ હતી. આ વર્ષે પણ તે વિમ્બલડન ફાઈલન હારી હતી. તે ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ કોર્ટનો સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ જીતની બરાબરી કરવાનો રેકોર્ડ ફરી એકવાર ચૂકી ગઈ છે. સેરેનાએ આખરી ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2017 જીતી હતી. સેરેનાએ મેચમાં 33 વિનર્સ જમાવ્યા પરંતુ 33 ભૂલ પણ કરી. આંદ્રેસ્કૂ છેલ્લી 11 મેજર ટુર્નામેન્ટમાં સાતમી નવી ચેમ્પિયન છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close