લોન્ચિગ પહેલાં માર્કેટમાં આવ્યો ડુપ્લિકેટ iphone 11,કાલે થશે લોન્ચ

Date:2019-09-10 12:55:04

Published By:Jay

Apple 10 સપ્ટેમ્બરે તેમની લેટેસ્ટ iphone 11ની સીરિઝ લોન્ચ કરવાની છે. આ ફોનના ફિચર્સ, સ્પેસિફિકેશન અને ફોટો સતત લીક થઈ રહ્યા છે. તાજેતરમાં જ લોન્ચિંગ પેહલાં આ ફોનનું ક્લોન ચાઈના માર્કેટમાં આવી ગયું છે. પ્રખ્યાત યૂ-ટ્યુબર ‘Everything Apple Pro’એ તેની અનબોક્સિંગનો વીડિયો તેમની ચેનલ પર અપલોડ કર્યો છે. જોવા મળ્યું છે કે તે iphone 11 જેવો જ દેખાઈ રહ્યો છે. આવો જણાવીએ ક્લોન ફોનના ફિચર્સ અને સ્પેસિફિકેશ કેવા છે.

ક્લોન ફોનને જે બોક્સમાં જે આપવામાં આવશે તેના ઉપર આઈફોનની નવી થીમ વાળું વોલપેપર લગાવવામાં આવ્યું છે. બોક્સની બંને બાજુ સિલ્વર કલરમાં એપલનો લોગો છે. બોક્સની અંદર યૂઝર મેન્યુઅલ, રોઝ ગોલ્ડ કલરવાળો આઈફોન 11 પ્રો હેન્ડસેટ, એપલ ઈયરપોડ્સ અને ચાર્જર આપવામાં આવ્યું છે. ફોનની પાછળની સાઈડ ત્રણ રિયર કેમેરા સેટઅપ કરવામાં આવ્યા છે. જેવા કે આ વખતે આઈફોન 11માં મળવાના છે. એપલનો લોગો અને બેકસાઈડમાં ગ્લો ફિનિશ આપવામાં આવ્યું છે. ફોનના રાઈટ સાઈડમાં લોક/ અનલોક બટન, લેફ્ટ સાઈડમાં વોલ્યુમ અને ફોન રિંગર સાઈલન્ટ બટન આપવામાં આવ્યું છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close