રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Date:2019-09-10 14:57:05

Published By:Jay

અમદાવાદ : લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હાલ રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી લઇને ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. દરીયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત દરિયામાં પણ ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

 

રાજ્યનાં અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસવાનું અવિરત ચાલુ છે. કચ્છમાં 142 ટકા, મધ્ય ગુજરાતમાં 104 ટકા, દક્ષિણ ગુજરાતમાં 123 ટકા અને સૌરાષ્ટ્રમાં 112 ટકા એમ સીઝનનો 100 ટકાથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 90 ટકા વરસાદ નોંધાયો છે.

 

હવામન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદની આગાહીનાં પગલે 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

 

મહત્વનું છે કે સોમવારે રાજકોટમાં વરસાદે 70 વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં ચાલુ વર્ષે મોસમનો કુલ 56 ઇંચ વરસાદ થયો છે. અગાઉ 2010માં 55.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. 2019માં 56 ઇંચ વરસાદ નોંધાતા 70 વર્ષ રેકોર્ડ તૂટ્યો છે.

 

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 10 સપ્ટેમ્બર બાદ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં હાલ વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે. સિયાર ઝોન અને ઓફશોર ટ્રાફ સિસ્ટમ સક્રિય થઇ હોવાનું હવામાન વિભાગે કહ્યું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close