ઓલા, ઉબેરને કારણે ઓટો સેક્ટરમાં મંદી: નિર્મલા સીતારમણ

Date:2019-09-11 10:44:05

Published By:Jay

નવી દિલ્હી: ઓટો મોબાઈલ સેક્ટર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણી કંપનીઓએ ઉત્પાદન અટકાવી દીધું છે. ઘણા લોકોની નોકરી જોખમમાં છે. તેવા સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના માઈન્ડ સેટમાં આવેલું પરિવર્તન તથા બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું આજકાલ લોકો ઇએમઆઈ ભરવા કરતા ઓલા, ઉબેર કે મેટ્રોમાં ફરવાનું પસંદ કરે છે.

મારુતિના ચેરમેન આર.સી. ભાર્ગવે એ વાતનો ઇનકાર કર્યો હતો કે ઓલા-ઉબેરને કારણે કારના વેચાણમાં અસર થાય છે. તેમને સરકારની નીતિને જવાબદાર ઠેરવી હતી. કારમાં એરબેગ અને એબીએસ જેવા સુરક્ષા ફિચર જોડવાથી તેની કિંમત વધી છે. આથી કાર દ્વિચક્રી વાહન ચલાવતા લોકોની પહોંચ બહાર થઈ ગઈ છે. આ ઉપરાંત વીમાની રકમ અને રોડ ટેક્સને કારણે પણ ફટકો પડ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close