અમેરિકા - પાક તાલિબાનનો મુખિયા નૂર વલી આતંકી જાહેર કરાયો

Date:2019-09-11 11:42:08

Published By:Jay

વોશિંગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા આતંકીઓ સામે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના મુખિયા નૂર વલી મહસૂદને આતંકી જાહેર કરી દીધો છે. ટીટીપી પાકિસ્તાનમાં બોમ્બ અને આત્મઘાતી બ્લાસ્ટમાં હજારો લોકોના જીવ લઈ ચૂક્યો છે.

અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે, નૂર વલીના નેતૃત્વમાં ટીટીપીએ પાકમાં ઘણાં આતંકી હુમલા કર્યા છે અને તેની જવાબદારી પણ લીધી છે. આ હુમલામાં અત્યાર સુધી હજારો લોકોના જીવ ગયા છે. ટીટીપીના અલકાયદા સાથે પણ સારા સંબંધો છે.

આ પહેલાં અમેરિકાના વિદેશ વિભાગે ટીટીપી સંગઠનને સ્પેશિયલી ડિઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (એસડીજીટી) જાહેર કર્યું હતુ. ટીટીપીના મુખિયા મુલ્લા ફઝીઉલ્લાહને મારી નાખ્યા પછી જૂન 2018માં નૂલ વલીને સંગઠનનો મુખિયા બનાવવામાં આવ્યો હતો. ટીટીપીએ ડિસેમ્બર 2014માં પેશાવર સ્કૂલ પર હુમલો કર્યો હતો. તેમાં 149 લોકોના મોત થયા હતા. જેમાં 132 બાળકો હતા.

હાલ પાકિસ્તાન ટેરર ફંન્ડિંગ અને મની લોન્ડરિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની રડાર પર છે. તેનું મોટુ કારણ છે પાકિસ્તાનમાં ચાલી રહેલા લશકર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠન. હવે ટીટીપીના મુખિયાનું આતંકી જાહેર થવું પાકિસ્તાનને એફએટીએફના હાશિયામાં લાવી શકે છે. આતંકી ગતિવિધિઓના કારણે એફએટીએફ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી શકે છે. આ પહેલાં 23 ઓગસ્ટે એફએટીએફની સંસ્થા એશિયા પેસિફિક ગ્રૂપ (એપીજી)એ પાકિસ્તાનને ઈનહેન્સ્ડ એક્સપીડિએટ ફોલોઅપ લિસ્ટ (બ્લેક લિસ્ટ)માં નાખી દીધું હતું.

ઓક્ટોબરમાં થનારી બેઠકમાં એફએટીએફ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરશે તો આંતરરાષ્ટ્રીય કરન્સી, વિશ્વ બેન્ક અને યુરોપિય સંઘ પાકિસ્તાનનો નાણાકિય ગ્રેડ પણ ઘટાડી શકે છે. આ સંજોગોમાં આર્થિક સંકટથી પરેશાન પાકિસ્તાનની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. એફએટીએફએ પાકિસ્તાનને સતત ગ્રે લિસ્ટમાં રાખ્યું છે. ગ્રે લિસ્ટમાં જે દેશને રાખવામાં આવે છે તેને ધિરાણ આપવામાં જોખમ માનવામાં આવે છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય ધિરાણદાતાઓએ પાકિસ્તાનને આર્થિક મદદ અને ધિરાણ આપવામાં ઘટાડો કર્યો છે. આ કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત ખરાબ થઈ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close