નરંગપુરામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું જૈન દેરાસરમાંથી પરિવારે અપહરણ કર્યું

Date:2019-09-11 12:08:16

Published By:Jay

અમદાવાદ: નવરંપુરા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારજનોને યુવતીના પરિવાજનોએ ઢોર માર મર્યો છે. જૈન દેરાસરમાં સમાધાનના બહાને બોલાવી 10 જેટલા શખ્સોએ પરિવાર પર લાકડી અને ધારીયા વડે હુમલો કર્યો હતો. મારમાર્યા બાદ યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ કરી પરિવાજનો નાસી છુટ્યા હતા. મારામારીમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close