ચીન બોર્ડર પર ભારતીય સેના-વાયુસેના કરશે યુદ્ધ અભ્યાસ

Date:2019-09-11 12:45:28

Published By:Jay

નવી દિલ્હી: ચીન બોર્ડર પર ભારતીય સેના ઓક્ટોબરમાં એક મોટો યુદ્ધ અભ્યાસ કરશે. ભારતીય સેનાની એકમાત્ર માઉન્ટેન સ્ટ્રાઈક કોરના 5,000થી વધારે જવાન ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં વાયુસેના સાથે યુદ્ધ અભ્યાસ કરશે. ચીન બોર્ડર પર આ પહેલી વખત યુદ્ધ અભ્યાસ થવાનો છે.

સેનાના સૂત્રએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, તેજપુર આવેલા 4 કોરને હાઈ અલ્ટીટ્યૂટ પર આપણી સેનાની રક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોરના 2500 જવાનોને એરફોર્સ એરલિફ્ટ કરશે. સ્ટ્રાઈક કોરના જવાન યુદ્ધભ્યાસમાં 4 કોરના જવાનો પર હવાઈ હુમલો કરશે.

યુદ્ધાભ્યાસમાં એરફોર્સ તેમના હાઈટેક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130 સુપર હરક્યુલિસ અને એએન-32નો ઉપયોગ કરશે. આ વિમાનોથી જવાનોને એરલિફ્ટ કરવામાં આવશે. આ વિમાન બંગાળના બાગડોગરાથી જવાનોને એરલિફ્ટ કરીને અરુણાચલ પ્રદેશના વોર ઝોનમાં ઉતારશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close