સોપોરમાં સુરક્ષાદળોએ લશ્કરના ટૉપ આતંકી આસિફને ઠાર માર્યો

Date:2019-09-11 14:27:06

Published By:Jay

સોપોર : જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં લશ્કરનો ટૉપ આતંકી આસિફ ઠાર મરાયો છે. પોલીસ સૂત્રોએ આ જાણકારી આપી હતી.

લશ્કર-એ-તોઇબાના ટૉપ આતંકી આસિફે ગત દિવસોમાં સોપોરમાં ફળના એક વેપારીના પરિવાર પર ફાયરિંગ કર્યું હતું, હુમલામાં પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. ઘાયલોમાં આસમા જાન નામની એક બાળકી પણ સામેલ હતી. સોપોરમાં જ શફી આલમ નામના પ્રવાસી મજૂર પર થયેલા ગોળીબારમાં પણ આસિફનો જ હાથ હતો.

આ પહેલા ભારતીય સેનાએ આ વર્ષે આઠ મહિના દરમિયાન 139 આતંકીઓને ઠાર કર્યા છે. આ સંખ્યામાં LoC (નિયંત્રણ રેખા)ની સાથે સાથે રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં સેના સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓનો પણ સમાવેશ થાય છે.

Cricket Score

WhatsApp Registraltion

Close