કિશોર પર સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યની ફરિયાદ થતાં વડતાલનાં ત્રણેય સંતો ફરાર

Date:2019-09-11 14:46:39

Published By:Jay

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી-ગુરૂભક્તિ સંભવસ્વામીએ તરુણ પાર્ષદ ઉપર સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય કર્યાની ફરિયાદ ચકસાલી પોલીસ મથકે નોંધાઇ હતી. આ શિષ્યને અલગ અલગ જગ્યાએ લઇ જઇને સુવ્રત સ્વામીએ તેની મરજી વિરુદ્ધ કૃત્ય કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ કિસ્સામાં પોલીસે સંતના નિવાસસ્થાને રૂમની તપાસ કરી હતી. એફએસએલની હાજરીમાં કરાયેલી તપાસમાં કેટલાક શંકાસ્પદ નમૂના પણ લેવામાં આવ્યાં છે. હાલ આ કેસમાં સુવ્રત સ્વામી તથા ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી અને કોઠારી સંતવલ્લભસ્વામી સામે ફરિયાદ થતાં ત્રણેવ જણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ગઇકાલે એટલે સોમવારે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તરુણ વયના પાર્ષદ સાથે સ્વામીએ કરેલા સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય મામલે પોલીસે સંતના રૂમની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી કાંઈ મળ્યું નહોતું પરંતુ કેટલાક શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. ઘટના બાદ ત્રણેય સંતોએ મોબાઇલ સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેમણે છેલ્લે કોની સાથે વાત કરી છે તે જાણવા માટે કોલ ડિટેઇલ્સ કઢાવી છે. આ કેસમાં અન્ય સ્વામીઓનાં નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં જેમાં તમામે આરોપોનું ખંડન કર્યું હતું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close