કાનમાં ઓમ અને ગાય શબ્દ પડતાની સાથે જ કેટલાક લોકોના વાળ ઉભા થઈ જાય છે-પીએમ મોદી

Date:2019-09-11 15:23:18

Published By:Jay

મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને ગળી જાય પછી તેમને બચાવવા મુશ્કેલ થઈ જાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી છુટકારો મેળવવો જ પડશે. આપણે એવી કોશિશ કરવાની છે કે આ વર્ષે 2 ઓક્ટોબર સુધીમાં ઘર, ઓફિસ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત થાય. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જે એક વાર વાપરીને ફેંકવામાં આવે છે. મોદીએ કહ્યું- આ દેશનું કમનસીબ છે કે કેટલાક લોકોના કાનમાં જો ઓમ અને ગાય શબ્દ પડે છે તો તેમના વાળ ઉભા થઈ જાય છે. તેમને લાગે છે કે દેશ 16મી શતાબ્દીમાં ચાલ્યો ગયો છે.

મોદીએ મથુરામાં કચરો વીણનારી મહિલાઓ સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાને મથુરા માટે 1,000 કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાને મેળામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એ જાણવાની કોશિશ કરી કે સરકારની યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે કે નહિ. પીએમએ પ્રદર્શનનું પણ અવલોકન કર્યું. તેમાં ઘણી ટેકનિકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મોદીએ કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ કાન્હાની નગરીમાં પ્રથમ વાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે સમગ્ર ઉતર પ્રદેશના આર્શીવાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતના તમારા આ નિર્ણય માટે હું વ્રજભૂમિમાંથી તમારી સામે મસ્તક નમાવું છું.

ભારતની પાસે શ્રીકૃષ્ણ એવો પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, જેની કલ્પના પર્યાવરણ પ્રેમ વગર અધુરી છે. કાલિંદી જેને યમુના કહે છે. લીલું ઘાસ ચરતી તેમની ગાય. શું તેના વગર શ્રીકૃષ્ણની તસ્વીર પુરી થઈ શકે છે. શું દૂધ, દહી, માખણ વગર ગોપલની કલ્પના કોઈ કરી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વગર જેટલા આપણા આરાધ્ય દેખાય છે એટલું જ અધુરાપણું આપણને ભારતમાં પણ દેખાશે. પ્રકૃતિ સાથે સંતુલન બનાવીને જ આપણે નવા ભારત તરફ આગળ વધશે.

મોદીએ કહ્યું કે આજે સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી. નેશનલ અનિમલ ડિસિસ પ્રોગ્રામને પણ શરૂ કરવામાં આવ્યો. પશુઓના સ્વાસ્થ્ય સંવર્ધન અને પોષણ સાથે જોડાયેલી યોજનાઓની પણ શરૂઆત કરવામાં આવી છે. મથુરાના પર્યટન સાથે જોડાયેલી પણ ઘણી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે.

થોડા દિવસો બાદ આપણે બાપુની 150મી જયંતીની ઉજવણી કરીશું. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને મહત્વ આપ્યું હતું. આપણે તેમાંથી શીખવું જોઈએ. એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વચ્છતા જ સેવા પાછળ પણ આ જ ભાવના જોડાયેલી છે. આજથી શરૂ થયેલા અભિયાનને પ્લાસ્ટિકથી થતા કચરાથી મુક્તિ માટે સમર્પિત કરવામાં આવ્યું છે. આ સમસ્યા સમયની સાથે-સાથે ગંભીર બની રહી છે. વ્રજવાસીઓ સારી રીતે જાણે છે કે કઈ રીતે પ્લાસ્ટિક પશુઓના મોતનું કારણ બની રહ્યું છે. સમગ્ર દેશમાં કામ કરી રહેલા તમામ હેલ્થ ગ્રુપ, સિવિલ સોસાયટી, યુવા મંડળ, મહિલા મંડળ, ક્લબ, સ્કુલ, કોલેજોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ખત્મ કરવાના મિશનમાં સામેલ થવાનો આગ્રહ કરુ છું.

મોદીએ કહ્યું કે કેટલાક લોકોના કાનમાં ગાય શબ્દ પડે છે તો તેમના વાળ ઉભા થઈ જાય છે, ઓમ શબ્દ પડે છે તો પણ વાળ ઉભા થઈ જાય છે. તેમને લાગે છે કે દેશ 16મી શતાબ્દીમાં ચાલ્યો ગયો. શું ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત પશુધન વગર કરી શકાય છે ?

મણે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે, લગભગ 1 સદી પહેલા વિશ્વ ધર્મ સમ્મેલનમાં સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જોકે આજના દિવસે જ અમેરિકામાં એવો હુમલો થયો હતો જેને જોઈને વિશ્વ હલી ગયું હતું.

આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે. જે કોઈ સરહદ સાથે બધાયેલી નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે, જેના મજબૂત જડ આપણ પડોસમાં ખીલી રહ્યાં છે. આતંકવાદીઓનું પોષણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ભારત સંપૂર્ણ રીતે સક્ષમ છે અને અમે તે કરીને પણ દેખાડ્યુ છે.

 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close