૪૮ કલાકમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ કરી આગાહી..

Date:2015-06-08 14:20:27

Published By:Aarti zala

ભારે ઉકળાટ પછી રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદે દેખા દીધા છે. ગત્ત દિવસે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા પડ્યાં હતાં. ત્યારે આજે પણ ગુજરાતભરમાં વાદળછાયુ વાતાવરણ થઈ ગયું છે. બીજી તરફ હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી કરી છે.

ગત્ત દિવસે જામનગર જિલ્લાના લાલપુરમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. દ્વારકા જિલ્લાના ખંભાળિયા, અમરેલી જિલ્લાના જાફરાબાદ તેમજ રાજકોટ, ગોંડલ, મોરબી અને વાંકાનેરમાં વરસાદી ઝાપટા પડ્યાં હતાં. ભારે વરસાદના કારણે જામનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાં ૪૮ કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લા સહિત સાપુતારા અને આહવાના અનેક ગામોમાં તોફાની પવન સાથે વરસાદની હેલી જોવા મળી હતી. સાપુતારામાં પડેલાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ૧૫ તારીખ સુધીમાં દેશભરમાં ચોમાસું બેચી જશે. તો વળી કેરળમાં ચોમાસાનું આગામ મોડુ થવાના કારણે ચોમાસાંની શરુઆત મોડી થઈ છે..


Cricket Score

WhatsApp Registraltion

Close