શહેરમાં નવા પોલીસ સ્ટેશન બનતા ૫૦૦૦ પોલીસકર્મીની અછત રહેશે...

Date:2015-06-09 15:40:08

Published By:Aarti zala

શહેરમાં રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશન 'રાતોરાત' મંજૂર કરી દેવાયા છે. બન્ને પોલીસ સ્ટેશન માટે કુલ ૨૦૦ કર્મચારીઓ ફાળવી પણ દેવાયા છે પણ હજુ સુધી મકાનના કોઈ જ ઠેકાણા નથી. આથી, છાપરાવાળી પોલીસ ચોકીઓમાં પોલીસ સ્ટેશન કાર્યરત કરાયાં છે.

હવે, શ્ચિમમાં પાલડી, વાડજ અને બોડકદેવ ઉપરાંત પૂર્વમાં નારોલ, નિકોલ, કૃષ્ણનગર અને એરપોર્ટ વિસ્તારના નવા પોલીસ સ્ટેશન કાર્યરત કરવાના છે.  આમ, એક મહિનાના ટૂંકા ગાળામાં કુલ ૯ નવા પોલીસ સ્ટેશન કાર્યરત કરવા માટે બિલ્ડિંગ અને ૧૦૦૦ માણસો તાબડતોબ કઈ રીતે મેનેજ કરવા તે દ્વીધા છે.

વર્તમાન મહેકમમાં પણ ૩૫૦૦ કર્મચારીઓની ઘટ છે ત્યારે નવા પોલીસ સ્ટેશનો માટે બીજા પોલીસ સ્ટેશનોમાંથી સ્ટાફની બદલી કરી મુકાશે.આવનારાં દિવસોમાં ડિવિઝન વિસ્તારદીઠ એક લેખે કુલ ૧૪ ટ્રાફિક પોલીસ સ્ટેશન બનાવાશે. ટ્રાફિક પોલીસ સ્ટેશન જે- તે ડિવિઝનના કોઈ એક પોલીસ સ્ટેશનમાં જગ્યા હશે ત્યાં કાર્યરત કરાશે.

ટ્રાફિક પોલીસ સ્ટેશન માટે પણ ૧૦૦૦થી વધુ પોલીસકમી જરૂર પડશે.કુલ ૨૦૦૦ નવા માણસોની જરૂરિયાત હોવાના કારણે શહેરમાં ૫૦૦૦થી વધુ પોલીસકર્મીની ઘટ મહેસુસ થશે.જેથી હવે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તે ૮૫૦૦ કર્મચારીઓ પર શહેર પોલીસની નજર હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે....Cricket Score

WhatsApp Registraltion

Close