અમદાવાદમાં વધ્યા હીટ એન્ડ રનના કેસ,શિવરંજની પાસે કાર ચાલકે સુતેલા પરિવારને કચડ્યા,માતા અને પુત્રનું મોત.

Date:2015-06-10 18:47:18

Published By:Kaushal

ગઈકાલે મોડી રાત્રે શિવરંજની ચાર રસ્તા, કાગળાપીઠ અને દૂરદર્શન પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં શિવરંજની પાસે મહિલા અને બાળક જ્યારે કાગડાપીઠમાં એક મહિલાનું મોત થયું છે. 

શિવરંજની વિસ્તારમાં બ્રિજની નીચે બીઆરટીએસ રૂટમાં સુઈ રહેલા મજૂર પરિવાર પર ચાલકે કાર ચઢાવી દેતા બેનાં મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. કારની સ્પીડ એટલી હતી કે કાર પલટી ગઈ હતી. અકસ્માતને પગલે રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી.

 

પોલીસે ઘટના પગલે કારમાં સવાર કમલેશ જીવાભાઈ તિરગર અને બાબુલાલ અમરાજી તિરગરની ધરપકડ કરી છે. બંને પાલડી વિસ્તારમાં રહે છે અને ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવે છે. તેઓ રાત્રે કાર લઈને નિકળ્યા હતા ત્યારે રાત્રે સાડાબાર વાગ્યે આ અકસ્માત થયો હતો. પોલીસે કારની સ્પીડ અને ઘટના અંગે વધુ તપાસ પાસે એફએસએલની મદદ લીધી છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં એપણ સામે આવ્યું છે કે મૃતક માતા પુત્ર હતા ગજરાબેન ચૂનારા અને કિશન નું કરુણ મોત નીપજ્યું છે.... ગુજ્જા રમેશ,રમેશ ભીખુભાઈ ચુનાર, કૈલાશબેન બાબુભાઈઅને અશોકભાઈ ગાબુભાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે...

Cricket Score

WhatsApp Registraltion

Close