લુંટનો પ્લાન થયો નિષ્ફળ ...ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે કરી ૭ આરોપીની ધરપકડ.

Date:2015-06-10 19:03:04

Published By:Kaushal

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક સફળ મિશન પાર પાડ્યું છે....ગુનેગારોના બદઈરાદાઓને જમીનદોસ્ત કરી નાંખ્યા છે...છેલ્લાં ત્રણ દિવસથી અમદાવાદના માણેકચોકની આંગડીયા પેઢીઓની રેકી કરતાં શખ્શોને આજે ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા છે...ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં આવી ચૂકેલા આ તમામ આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે જેમાં એક આરોપી પ્રવીણસીંગ હુકમ સિંહ વાઘેલા બનાસકાંઠાનો વાતની છે....આ આરોપી માણેકચોકની અંબાલાલ હરગોવન લાલ પેઢી વિષે જાણકારી રાખતો હતો....

 

 

 

છેલ્લાં ત્રણ દિવસથી આ તમામ આરોપીઓ અમદાવાદ ફરી રહ્યા હતા....અને મહત્વનો સવાલ એ થાય છે કે આ તમામ આરોપી આટલી મોટી માત્રમાં હથિયારો લઈને અમદાવાદમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો...એટલે ક્યાંક ને ક્યાંક સુરક્ષાના નામે પોલમ-પોલ ચાલી રહી છે તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે...જયારે બીજી તરફ રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે બહારવટિયાઓ હથિયાર સાથે ગુજરાત અને એમાં પણ અમદાવાદ પ્રવેશી જાય છે ત્યાં સુધી પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ લાગે ઘોડા વહેચીને સુઈ રહી હોય તેવું લાગી રહ્યું છે..

Cricket Score

WhatsApp Registraltion

Close