સોલાર રૂફ-ટોપ પ્રોજેક્ટ માટે ગુજરાતના ૩ શહેરને મળી મંજુરી...

Date:2015-06-12 12:53:53

Published By:Aarti zala

ગાંધીનગર 

ગુજરાતમાં રાજ્ય સરકાર  દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગરમાં અમલી બનાવાયેલી રુફટોપ સોલર પોલિસીને ખાસ સફળતા ન મળતાં સરકારે આ પ્રોજેક્ટને કોલ્ડ બોક્સમાં સંકેલીને મુકી દીધો હતો અને હવે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર સિટી પ્રોજેક્ટ માટે સહાય આપવાની જાહેરાત કરતાં આ રુફટોપ પ્રોજેક્ટને વધુ ગતી મળશે.

 કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ૩ શહેરો ગાંધીનગર, સુરત અને રાજકોટનો સમાવેશ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારે પીપીપી મોડેલ પર ત્રણેક વર્ષ પહેલાં ગાંધીનગરમાં રુફટોપ પોલિસીનો અમલ શરુ કર્યો હતો. પરંતુ ખાનગી મકાન માલિકોની ઢિલાશના કારણે પ્રોેજેક્ટને વધારે આગળ વધારવાની હિમ્મત સરકારે કરી નહોતી.

જેના પગલે રાજ્ય સરકારે હસ્તરની બિલ્ડિંગો અને સરકારી કચેરીની ઈમારતોના ટેરેસ પર સોલાર પેનલો લગાવીને વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો હતો.. અને હવે કેન્દ્ર સરકારની સૂચના મળતાં ફરી રુફટોપનો વ્યાપ વધે તેવો પ્રયાશ શરુ કરવા અને નિયમો બદલવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે.Cricket Score

WhatsApp Registraltion

Close