અમદાવાદમાં પોતાની સગી માતા સાથે બળાત્કાર કરનાર પુત્રની પોલીસે કરી ધરપકડ..

Date:2015-06-15 12:18:01

Published By:Aarti zala

અમદાવાદ:આ કળિયુગમાં એક એવી ઘટના બની છે જેને સાંભળી શરમથી પાણી પાણી થઇ જવાય સાથે આંખોમાં ગુસ્સો પણ એટલો જ આવી જાય.વિકૃતિની અને બેશરમીની ચરમસીમાને પાર થઇ જાય તેવી ઘટના વટવામાં ઘટી છે....

આ ઘટનામાં સગા પુત્રએ જ પોતાની જનેતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો છે..પોતાને જન્મ આપનારી માતાને જ હવસનો શિકાર બનાવી દુષ્કર્મની આ ઘટના બહાર આવી છે..અને એમાં પણ સૌથી આઘાતજનક વાત એ છે પોતાના જ પુત્રના હાથે દુષ્કર્મનો ભોગ બનનારી આ જનેતાની વય 60 વર્ષની છે..

આ ઘટનાની ફરિયાદ દખલ થતા પોલીસે એ બળાત્કારી પુત્રને પકડી જેલભેગો કર્યો છે.ભોગ બનનારી મહિલા મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે..અને તે બે દિવસ પહેલા કઈ કામથી અમદાવાદ આવી હતી અને પોતાની દીકરીના ઘરે રોકી હતી..જ્યાં પુત્રએ તેને પોતાની સાથે ઘરે આવવા માટે કહ્યું..

 ઘરે પહોચ્યા બાદ માતાને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે તેમનો પોતાનો જ દીકરો તેમની સાથે બળાત્કાર કરશે..રાતના ૯ વાગ્યાની આસપાસ પુત્ર તેની માતાને બાજુમાં આવેલી ઝાડીઓમાં લઇ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો..બાદમાં તેને મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છુટ્યો હતો..

આ આઘાતજનક ઘટના બાદ માતા જેમ તેમ કરી દીકરીના ઘરે પહોચી દીકરી અને જમાઈને વાત કરતા તેઓ વટવા પોલીસ સ્ટેશન પહોચ્યા અને ફરિયાદ નોધાવી..પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે..

 
Cricket Score

WhatsApp Registraltion

Close