ગોંડલમાં વિશ્વ યોગ દિવસને ધ્યાન માં રાખી ૩ દિવસ સુધી યોગ તાલીમનું કરાયું આયોજન..

Date:2015-06-18 18:29:11

Published By:Aarti zala

ગોંડલ:વિશ્વ યોગ દિવસની તૈયારી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલમાં ૧૮ જૂનથી ૨૦ જૂન સુધી યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરની સંગ્રામ સંગ્રામજી હાઈ સ્કૂલના મેદાનમાં યોગની તાલીમ આપવામાં આવી રહી છે. સ્કૂલના મેદાનમાં સવારે ૮થી ૯ સુધી યોગ શીખવવામાં આવશે. 

તાલીમના બીજા દિવસે નગરજનો સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજોના વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. શહેરના નગરજનો માટે યોગ તાલીમ માટે વિશેષ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. તો વળી યોગ દિવસે નગરજનોને હાજર રહેવાની અપીલ વહિવટી અધિકારીએ કરી હતી..Cricket Score

WhatsApp Registraltion

Close