સરકારી કર્મચારીઓમાં આત્મહત્યા નું પ્રમાણ વધ્યું,એસીબીના કર્મચારીએ સાબરમતીમાં પડતું મુક્યું

Date:2015-06-18 18:28:50

Published By:Aarti zala

અમદાવાદ:અમદાવાદ એન્ટી કરપ્શનના અરજી વિભાગમાં ફરજ બજાવતા કલાર્કે પોતાનું જીવન ટુકાવી લીધું છે.જેથી પરિવાર અને એસીબીમાં શોકનો માહોલ સર્જાયો છે.એસીબીમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હસમુખ જે પ્રજાપતિ નામના કર્મચારીએ ગાંધી બ્રીજ પરથી પડતું મૂકી તેનું જીવન ટુકાવ્યું હતું.

ઘટનાની જાણ ફાયર વિભાગની રેશ્ક્યું ટીમને થતા તેણે લાશ બહાર કાઢી તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. જો સુત્રોની વાત માનીએ તો છેલ્લા ઘણા સમયથી હસમુખભાઈ પરિવાર જગડાના કારણે ટેન્શનમાં રહેતા હતા જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓમાં આત્મહત્યાનું પ્રમાણ સતત વધુતું જ જઈ રહ્યું છે.થોડા સમય અગાઉ પણ નશાબંધી ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીએ પરિવારને સમય નહિ આપી સકતા હોવાના કારણે પોતાનું જીવન ટુકાવ્યું હતું. 

Cricket Score

WhatsApp Registraltion

Close