રાજકોટમાં સીએમના હસ્તે પ્રારંભ થયો ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાનો..

Date:2015-06-18 16:05:51

Published By:Aarti zala

રાજકોટ:રાજકોટમાં પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાની શુભ શરુઆત કરાવી હતી. રાજકોટ પહોંચેલા મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી જે શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધુ તેકિશોર સિંહજી શાળા સહિત બે શાળાની મુલાકાત લીધી હતી.

પ્રથમ કિશોરસિંહજી શાળા ખાતે ૫૧ બાળકોને પ્રવેશોત્સવ કરાવી કન્યા કેળવણી કાર્યક્રમનો પ્રારંભ કરાવામાં આવ્યો હતો.૨ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત શાળા પ્રવેશોત્સવમાં ૩ દિવસમાં ૪૪૧૧ બાળકોને પ્રવેશ આપવા માટે કાર્યક્રમોની રુપરેખા ગોઠવવામાં આવી છે.

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૮૧ શાળાઓમાં ૪૬૦૨ બાળકો બાળકોનું નામાંકન કરવામાં આવનાર છે. જેમાં કુમારની સંખ્યા ૨૨૮૦ અને કન્યાની સંખ્યા ૨૩૨૨ છે. પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીના હસ્તે શિક્ષણિક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.


Cricket Score

WhatsApp Registraltion

Close