ગોંડલમાં વરસાદથી થયું ભારે નુકસાન...સરકાર સહાય કરે તેવી માંગ કરાઈ..

Date:2015-06-18 18:28:07

Published By:Aarti zala

ગોંડલ:ગોંડલમાં પડેલાં ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાં હતાં. પાણી ભરાવવાના કારણે લોકોના ઘરના અનાજ અને ઘરવખરી ખરાબ થઈ ગયાં છે.અનાજ પલળી જવાના કારણે લોકોને ખાવાના પણ ફાંફા પડી ગયાં છે.

ત્યારે આજે ગોંડલ કોંગ્રેસની આગેવાની હેઠળ ગરીબ પરિવારોની રેલી કાઠવામાં આવી હતી અને પૂરગ્રસ્ત લોકોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે ડેપ્યુટી ક્લેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ આવેદનમાં જણાવામાં આવ્યું કે, ગોંડલ સહિત ગ્રામ્ય પંથકમાં એકીસાથે ધોધમાર ૮ ઈંચ વરસાદ પડતા લાખો રુપિયાનું નુકશાન થયું છે.પશુઓનો ઘાસચારો પણ પાણીમાં પલળી ગયો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે અનાજ પણ પલળી ગયું છે. જેથી સરકાર દ્વારા સહાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે.


Cricket Score

WhatsApp Registraltion

Close