વલસાડમાં જવેલર્સની દુકાનમાં થયો હાથફેરો...૪૫૦ ગ્રામ ચાંદીની થઇ ચોરી....

Date:2015-06-19 17:59:58

Published By:Aarti zala

વલસાડ:જ્વેલર્સની દુકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે., ત્યારે વધુ એક ચોરીનો બનાવ વલસાડમાં સામે આવ્યો છે., જેમાં બે મહિલાઓ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવે છે., અને દુકાનદારને વાતોમાં ગોળ ગોળ ફેરવીને ૪૫૦ ગ્રામ ચાંદી સેરવી લે છે., જોકે મહિલાઓનું આ કૃત્ય દુકાનમાં ગોઠવેલા સીસીટીવી કેમેરામાં કેઈ થઈ જાય છે.

સીસીટીવી ફૂટેજ પ્રમાણે...એક મહિલા દુકાનદારને ચાંદીની પાયલ બતાવવા કહી રહી છે., ત્યારે બીજી મહિલા દુકાનદારની નજર ચૂક કરીને પાયલ પોતાની પાસે સંતાડી રહી છે.,આ ઘટના એક, બે નહીં પરંતુ ત્રણ વખત બને છે.

 ત્યાં સુધી દુકાનદાર મહિલાઓને માત્ર ગ્રાહક જ સમજીને ચાંદીના દાગીના બતાવી રહ્યો છે.પરંતુ જ્યારે આ મહિલાઓ ૪૫૦ ગ્રામ ચાંદી પર હાથ સાફ કરીને જતી રહે છે ત્યારે દુકાનદારને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થાય છે., આ ઘટના અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.Cricket Score

WhatsApp Registraltion

Close