રાજકોટ:શહેરમાં ચકચાર મચાવનાર બીજેપી કોર્પોરેટર નરેન્દ્ર સોલંકીને મળી રાહત...હાઈકોર્ટે રદ્દ કર્યો કેસ.

Date:2015-06-19 16:34:20

Published By:Aarti zala

રાજકોટ:રાજકોટમાં નરેન્દ્ર સોલંકી વિરુદ્ધ કરવામાં આવેલો કેસ રદ્દ કરી દેવાયો છે., આ કેસમાં ફરિયાદી કોર્પોરેટર દ્વારા હાઈકોર્ટમાં સમાધાન અરજી કરવામાં આવી હતી., જેનો વળતો જવાબ આપતા હાઈકોર્ટે રાજકોટ પોલીસને કેસ રદ્દ કરવાના નિર્દેશ આપ્યા હતા.

જેથી પોલીસે નરેન્દ્ર સોલંકી વિરુદ્ધનો કેસ રદબાતલ કરી દીધો છે., ઉલ્લેખનીય છેકે,, ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ઉપર હુમલાના કેસમાં નરેન્દ્ર સોલંકીની સંડોવણી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી., જે બાદ નરેન્દ્ર સોલંકી દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે ધરણા અને રામધૂન સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

જોકે પોલીસ કાર્યવાહી તેજ બનતા નરેન્દ્ર સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા., જે બાદ ફરિયાદી પક્ષે સમાધાન અરજી કરી હતી જેને માન્ય રાખતા હાઈકોર્ટે નરેન્દ્ર સોલંકીને રાહત આપતો ચુકાદો આપ્યો હતા..Cricket Score

WhatsApp Registraltion

Close