રાજકોટ:આજી ડેમમાં કેમિકલનું પાણી ભળતા 500થી વધારે માછલાના થયા મોત..

Date:2015-06-19 16:50:08

Published By:Aarti zala

રાજકોટ:વરસાદની સિઝન શરુ થતાની સાથે રાજકોટના મુખ્ય જળાશય તરીકે ઓળખાતા આજી ડેમમાં નવા નીર આવ્યાં છે. ડેમમાં નવા નીર સાથે કેમિકલનું પાણી ભારઈ જવાથી પાણીમાં રહેલાં ૫૦૦થી વધારે માછલાઓના મોત નિપજ્યાં છે. 

મૃત માછલાઓ પાસે લીલા રંગનુ દ્રવ્ય મળી આવ્યું હતું. જીવદયાપ્રેમીઓનું કહેવું છે કેઆ કેમિકલ આજુ બાજુની વાડીઓમાંથી આવ્યું છે. જેના કારણે ડેમમાં રહેલાં ૫૦૦થી વધારે માછલાઓના મોત થયાં છે. તાજેતરમાં વરસેલા વરસાદના કારણે ખેતરમાં છાંટવામાં આવેલી દવા પાણી સાથે તળાવમાં ઓસરીને આવી હતી.કેમિકલની અસરના કારણે પાણીમાં રહેલાં માછલાઓના મોત થયાં હતાં.

પાણીમાં માછલાઓના મૃતદેહ હોવા છતા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા જીવદયા પ્રેમીમાં ભારે રોષ ભભૂકી ઉઠી છે. તાકીદે આ અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહી આવે તો કેમિકલ અંગે તપાસ કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.Cricket Score

WhatsApp Registraltion

Close