યોગ દિવસ ઉજવણી મામલે ડાકોર નગરપાલિકામાં થયો વિવાદ...તૈયારી ન કરી હોવાનો લાગ્યો આક્ષેપ..

Date:2015-06-20 10:02:12

Published By:Aarti zala

ડાકોર:કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ જૂને યોગ દિવસની ઊજવણીનો નિર્ણય લેવામાં આવ્યો છે., જેને લઈને કેટલાક વિવાદ સામે આવી રહ્યા છે., ત્યારે વધુ એક વિવાદ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જોવા મળ્યો છે., ૨૧ જૂને યોગ દિવસની ઊજવણી માટે કોઈપણ પ્રકારની તૈયારીઓ ન થઈ હોવાનો આક્ષેપ ચીફ ઓફિસર પર લગાવાયો છે.,આ આક્ષેપ કરતા પાલિકા પ્રમુખે જિલ્લા કલેક્ટરને પત્ર લખતા વિવાદ ઘેરો બન્યો છે.

એક તરફ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી રહ્યા છે., જ્યારે બીજી તરફ ચીફ ઓફિસરે યોગ ઊજવણી માટે તૈયારીઓ કરી હોવાનો રાગ આલોપ્યો હતો.

મહત્વનું છેકે,, સમગ્ર દેશમાં ૨૧ જૂનનાં રોજ યોગ દિવસની ઊજવણી થવા જઈ રહી છે., ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકા મથક અને પાલિકા વિસ્તારોમાં યોગ દિવસની ઉજવણી કરવા નિર્દેશ આપી દેવાયા છે...Cricket Score

WhatsApp Registraltion

Close