ખેડામાં પટેલ સમાજની પરિણીતા બની લવ-જેહાદ શિકાર..રોષે ભરાયેલા લોકોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર..

Date:2015-06-20 12:03:16

Published By:Aarti zala

કઠલાલ:ખેડા જિલ્લાના કઠલાલમાં લવ જેહાદનું પ્રકરણ સામે આવતા વાતાવરણ તંગ બન્યું છે., પ્રાપ્ત માહિતી અનુસાર એક પટેલ સમાજની પરિણીતાને મુસ્લિમ યુવક ભગાડી ગયો છે., ત્યારે આ મામલાને લઈને તારીખ ૧૫ જૂનનાં રોજ પટેલ સમાજ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.,

જોકે આજદિન સુધી પોલીસ દ્વારા આ મમાલે કોઈ કાર્યવાહી થઈ ન હોવાનો આરોપ પટેલ સમાજે કર્યો છે., તંત્રની ઢીલી નીતિને જોતા ૫૦૦થી વધુ લોકોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું., અને ચોવીસ કલાકમાં જો કાર્યવાહી ન થાય તો કઠલાલ બંધના એલાનની ચીમકી આપી હતી.

તો આ અંગે આર.ડી.સી મેહુલ દવેએ સરકાર સમક્ષ રજૂઆત કરવાની અને કાર્યવાહી કરવાની ખાતરી પટેલ સમાજને આપી હતી.આ મામલાને લઈને સમગ્ર કઠલાલ પંથકમાં તંગભર્યું વાતાવરણ સર્જાયું છે., અને રોષે ભરાયેલો પટેલ સમાજ કાર્યવાહીની માંગ કરી રહ્યો છે., ત્યારે જોવું હવે એ રહ્યું કે,, પોલીસ તંત્ર આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે..

 Cricket Score

WhatsApp Registraltion

Close