આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી...

Date:2015-06-22 12:17:01

Published By:Aarti zala

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ૫ દિવસમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી ૨૪ કલાક દરમ્યાન વાદળછાયું રહેવાની સાથે કેટલાંક વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. બાકીના ૪ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દિવ અને દમણમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે.

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરના કારણે ધરતીપુત્રો હરખાયા છે.ગત્ત દિવસે સાવરકુંડલાના જાબાળથી રાજુલા સુધીના વિસ્તારમાં દોઢથી બે ઈંચ વરસાદ ખાબકતા વાડી અને ખેતરોમાં પાણી ભરાયા હતાં.બે દિવસના વિરામ પછી આજે ગોહિલ ગોહિલવાડ પંથકમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. 

ભાવનગર જિલ્લાના જેસર ખાતે અડધા ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસે ગોંડલમાં ભારે વરસાદના કારણે ગોંડલ શહેર જળબંબાકાર થયું હતું. ભારે વરસાદની આગાહી વચ્ચે ફરીવાર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થવાની છે.Cricket Score

WhatsApp Registraltion

Close