સુરતમાં વહેલી સવારથી થયું મેઘરાજાનું આગમન...

Date:2015-06-22 13:01:13

Published By:Aarti zala

હવામાન ખાતાની આગાહી પછી સુરતમાં મોડી રાતથી મેઘરાજાનું આગમન થયું છે. શહેરમાં વહેલી સવારે પણ વરસાદે દેખા દીધા હતાં. શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. વહેલી સવારે પડેલા વરસાદના કારણે અઠવામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.

શહેરમાં વરસાદી ઝાપટાના કારણે જનજીવન ઠપ થયું હતું. વરસાદી ઝાપટા વચ્ચે શહેરના ૩ અલગ-અલગ વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવ બન્યાં હતાં. જો કે, કોઈ જાનહાનીના સમાચાર મળ્યાં નથી. 

સવારે ૮ વાગ્યાના વરસાદી આંકડા પ્રમાણે વરાછામાં ૩ મિમિ, લિંબાયતમાં ૧૩ મિમિ, કતારગામમાં ૨મિમિ, રાંદેરમાં ૪ મિમિ અને અને સૌથી વધારે વરસાદ અઠવામાં ૧૫ મિમિ નોંધવામાં આવ્યો હતો.

આ દરમ્યાન હવામાન ખાતાએ આગામી ૨૪થી ૩૬ કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઉકાઈ સહિત સરદાર સરોવરમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close